Latest News

Recent Posts

મંગળવાર, 17 એપ્રિલ, 2018

ઘરમાંથી કાયમ માટે વિદાય થઈ જશે ગરીબી, રોજ સાંજે દીવા કરો આ 5 જગ્યાએ


પ્રાચીન પરંપરાઓ અનુસાર સાંજે કેટલીક ખાસ જગ્યાએ દીવો કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તમે પણ ધન સંબંધિત બધી જ સમસ્યાઓ હલ કરવા ઇચ્છતા હોય અને ઘરમાંથી ગરીબીને કાયમ માટે વિદાય આપવા ઇચ્છતા હોય તો, રોજ સાંજે અહીં જણાવેલ 5 જગ્યાએ અચૂક દીવો કરો, બહુ જલદી મળવા લાગશે ફળ.

નકારાત્મકતા અને અંધકાર દૂર થાય છે

મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે

શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થાય છે

દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે


Source : Divyabhaskar.Co.in

શનિવાર, 14 એપ્રિલ, 2018

રોજ કરો આ 7 માંથી 1 ઉપાય, નહીં રહે અપચા કે કબજીયાતની સમસ્યાઘણા લોકોને સતત અપચાની સમસ્યા લગભગ રોજ સતાવતી હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડૉ અબરાર મુલ્તાની આ સમસ્યા દૂર કરવાના કેટલાક ઉપાય જણાવી રહ્યા છે અહીં. તેઓ જણાવે છે કે, આપણે જે પણ ભોજન લઈએ છીએ તેમાંથી આપણું શરીર ઉપયોગી પદાર્થો જ ગ્રહણ કરે છે.

તેમાંથી જે પદાર્થ ઉપયોગી નથી હોતા, તે વેસ્ટ હોય છે. આ વેસ્ટને શરીર બને એટલું જલદી બહાર કાઢવા ઇચ્છે છે, કારણકે તેનાથી શરીરને કોઇ જ ફાયદો મળતો નથી. આ પદાર્થો શરીરમાં જેટલો વધુ સમય રોકાય છે, તેટલું જ શરીરને વધુ નુકસાન થાય છે. શરીરમાંથી આ વેસ્ટ બહાર ન નીકળી શકે, તેને અપચો કહેવાય છે.

હા જોકે આ વાત સમજવી જરૂરી છે કે, 2-3 દિવસમાં વેસ્ટ નીકળવો પણ સામાન્ય છે અને દિવસમાં 2-3 વાર વેસ્ટ નીકળવો પણ સામાન્ય જ છે, એટલે કારણ વગર પોતાની જાતને અપચાના દરદી પણ ન સમજવા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ અપચો દૂર કરવાના કારગર ઉપાયો વિશે.

આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની હેલ્થ ટિપ્સ.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વધુ પ્રમાણમાં સ્પાઈસી અને તેલ મસાલાવાળો ખોરાક ખાવાથી બોડીમાં અને પેટમાં એસિડ લેવલ વધી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે આપણે ઓવર ખાઈ લઈએ છે. બોડીમાં એસિડ લેવલ વધવાથી ખોરાક પચવામાં વધુ સમય લાગે છે, જેના કારણે અપચાની પ્રોબ્લેમ થાય છે. તેનાથી ડાઈજેશન પ્રોબ્લેમ વધે છે અને ખાટ્ટાં ઓડકાર આવે છે.

આજે અમે તમને 10 એવી સરળ ટિપ્સ જણાવીશું, જેમાં કોઈ 1 અજમાવી લેવાથી અપચાની પ્રોબ્લેમ તમને નહીં સતાવે. તો જાણી લો જલ્દીથી.

(1 ) 5 ગ્રામ ત્રિફળા ચુર્ણ ને મધ માં મિક્સ કરી રાત્રે સુતા પેહલા પીવાથી  ક્બજીયાત થી છૂટકારો મળે છે

(2 ) એક ચમચી ઇસબગુલ ને અડધી વાટકી દહીં સાથે મિક્સ કરી લેવાથી  કબજિયાત થી છૂટકારો મળે છે

(3) સવારે પપેયું ખાઇ દૂધ પીવાથી કબજિયાત થી છૂટકારો મળે છે

(4) પાકેલા તરબૂચ ના સેવન થિ પણ પેટ સાફ રહે છે

(5) અપચા માટે અંજીર બેસ્ટ ઉપાય છે રાત્રે સુતા પેહલા અંજીર પીવાથી  કબજિયાત થી છૂટકારો મળે છે

( 6) રોજ 100 ગ્રામ કાચા ટમેટા ખાવાથી કબજિયાત થી છૂટકારો મળે છે

(7 ) દૂધ સાથે સતાવરી અને તુલસી નું મિશ્રણ કરી પીવાથી કબજિયાત થી છૂટકારો મળે છે

આર્ટિકલ ગમ્યો હોય તો Share કરો

કઠુઆ ગેંગરેપમાં પીડિતને ન્યાય આપો, જાડેજાએ તસવીર કરી પોસ્ટ


કઠુઆ ગેંગરેપમાં પીડિતને ન્યાય આપો, જાડેજાએ તસવીર કરી પોસ્ટ

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાની અસર સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે. લોકો રોષભર્યા ટ્વીટ કરી રહ્યા છે અને દોષિતોને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ દોષિતોને કડક સજા કરવામાં આવે તેવા પોસ્ટર સાથેની તસવીર પોસ્ટ કરી છે. પોસ્ટર્સ પર લખ્યું છે 'હું હિન્દુસ્તાન છું, હું શરમિંદા છું. આઠ વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપમાં પીડિતે ન્યાય આપો.

હાથમાં પોસ્ટર રાખી કરી ન્યાયની માંગઆર્ટિકલ ગમ્યો હોય તો Share કરો

મંગળવાર, 10 એપ્રિલ, 2018

સુહાગરાતઃ આ દિવસે 99% લોકો કરે છે આ 5 ભુલો, તમે નથી ને આ લિસ્ટમાં?

suhag rat

અજબ ગજબ ડેસ્કઃ ભારતીય પરંપરામાં લગ્નને ઘણું મહત્વ છે. બધા નવા લગ્નના જોડા માટે લગ્નની પહેલીરાત ખૂબ જ ખાસ હોય છે. એવામાં જો તમારા પણ લગ્ન થવા જઇ રહ્યા છે તો તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવવા માટે થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આ રાતને લઇને દરેક કપલના ઘણાં સપના હોય છે,

જ તે પળ હોય છે જેનાથી પતિ-પત્ની બંને નવા જીવનની શરૂઆત કરે છે. લગ્નની પહેલી રાતે પતિ-પત્ની એકબીજાને સારી રીતે સમજે છે અને પસંદ-નાપસંદને જાણે છે પરંતું થોડીવાતો એવી છે જેને જો લગ્નની પહેલી રાતે કરવામાં આવે તો સંબંધો ખરાબ થઇ શકે છે. આ લેખમાં જાણો આ 5 બાબતો વિશે...

1 - એકબીજાના ઘરના લોકોની ખરાબ વાતો કરવી સૌથી ખરાબ આદત છે જો તમે લગ્નની પહેલી રાતે જ તમારા પાર્ટનરના ઘરના લોકોની અવગણના કરવા લાગશો તો તેનાથી બંને વચ્ચે અંતર વધી શકે છે.

2. - આ વાત તો બધા જ જાણે છે કે લગ્નની પહેલી રાતે દરેક લોકો રોમાન્સની મજા લેવા માંગે છે પરંતું થોડાં લોકો આ કામમાં ખૂબ જ ઉતાવળ કરી દે છે જેના કારણે તેમના પાર્ટનરને એટલી ખુશી મળતી નથી જેની તેણે આશા રાખી હોય છે.


3- લગ્નની પહેલી રાતે ભવિષ્યને લઇને ચર્ચા થવી જોઇએ પરંતું ઘણાં લોકો આ સમયે પોતાના અતીત વિશે વાતો કરે છે. જો આ વાતોમાં કોઇપણ વાત એવી સામે આવે કે તમારા પાર્ટનરને ના ગમે તો લગ્નજીવનમાં શંકાઓ વધવા લાગે છે.

4- લગ્નની રાતે ક્યારેય પોતાના સાથીમાં કમી શોધવી નહીં. કેમ કે કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પરફેક્ટ હોતું નથી. એવામાં પહેલી રાતને એન્જોય કરવી અને એકબીજામાં ખામીઓ શોધવાથી બચવું.

5- થોડાં લોકોની આદત હોય છે કે તેઓ માત્ર પોતાની જ વાતો કરે છે અને સામેવાળા વ્યક્તિની વાતો સાંભળતાં નથી. પરંતું લગ્નની પહેલી રાતે બંનેએ એકબીજાને બોલવાનો અવસર આપવો જોઇએ જેનાથી સંબંધોમાં મજબૂતી આવશે.

આ સ્પ્રેથી ચમકવા લાગેશે બાઇકના બધા પાર્ટ્સ કિંમત માત્ર 250 રૂપિયા


વાહનને ચમકાવવાનું કામ તમે ઘરે રહીને પણ સરળતાથી કરી શકો છો

ઓટો ડેસ્કઃ બાઇક અથવા સ્કૂટર પર સ્ક્રેચ થવાની સમસ્યા સામાન્ય છે. કેટલીકવાર આ સ્ક્રેચ તમારી ભૂલથી અથવા તો અન્યની ભૂલથી થઇ જાય છે. તો લાંબ સમય બાદ વાહનના કલરની સાઇનિંગ ઓછી થઇ જાય છે. તેવામાં તે જૂના જેવા દેખાવા લાગે છે.

પરંતુ તમે તમારા વાહનને માત્ર 250 રૂપિયા ખર્ચીને નવા જેવું ચમકાવી શકો છો. આ માટે તમારે માત્ર ક્લિયર લીકરની જરૂર રહશે. વાહનને ચમકાવવાનું કામ તમે ઘરે રહીને પણ સરળતાથી કરી શકો છો.

ચમકાવવાની સરળ રીત
બાઇક અથવા સ્કૂટરને ચમકાવવાની આ સૌથી સરળ રીત છે. જો તમે બજાર અથવા કંપનીના શોરૂમમાં જાઓ છો ત્યારે ખર્ચો વધારે થાય છે. અનેકવાર આ માટે તમારે નવો પેઇન્ટ કરાવવો પડે છે. સાથે ગ્રાફિક્સની પણ જરૂર પડે છે. પરંતુ આ પ્રોસેસથી આ બન્ને કામ ઓછી કિંમતમાં એક સાથે થઇ જાય છે.

સૌથી પહેલા બાઇક-સ્કૂટરને ધોઇ નાંખો
સૌથી પહેલા તમારા સ્કૂટર અથવા બાઇકને સારી રીતે સાફ કરી લો. આ માટે તમે શેમ્પૂમાં કોલગેટ અને ઇનોનો ઉપયોગ કરો. આ કોમ્બિનેશનથી પણ દરેક પ્રકારના ડાઘ સાફ થઇ જશે. બાદમાં વાહનને સુકાવા દો. બાદમાં કોરા કપડાંથી તેને નરમ હાથે સાફ કરો.આગળની સ્લાઇડ્સમાં જાણો બાઇક-સ્કૂટરને ચમકાવવા માટે શું કરવું પડશે

તમારે વાહનના જે પાર્ટને ચમકાવવું છે તે ભાગને તમે અલગ કરી શકો છો. અથવા જો તેમ ન કરવું હોય તો ક્લિયર લીકરને સ્પ્રે કરતા પહેલાં સીટ અથવા બીજા ભાગને કવર કરી લો. આ સ્પ્રેથી વાહનમાં લગાવવામાં આવેલા ગ્રાફિક્સ પણ ચમકવા લાગશે.

 આ સ્પ્રેની ઓનલાઇન કિંમત 250 રૂપિયા છે. જેને અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાય છે. સ્પ્રે કર્યા બાદ ઓછામાં ઓછા 4 કલાક સુધી બાઇક-સ્કૂટરનો ઉપયોગ ન કરો. તેને સંપૂર્ણપણે સુકાવા દો.

આર્ટિકલ ગમ્યો હોય તો Share કરો

Youtube પર એક વીડિયો અપલોડ કરો તો કેટલા રૂપિયા મળે?

youtube channel

YouTube પર Technical Guruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરીએ કર્યો આ ખુલાસો

ગેજેટ ડેસ્કઃ જિયોને કારણે સસ્તા થયેલા ડેટા પ્લાનનો બધા લાભ ઊઠાવતા હોય છે. અગાઉ કરતાં હવે ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને YouTube અને ફેસબુક પર લોકો મોટાપાયે વીડિયો જોતાં હોય છે. તે સિવાય એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવી પણ ઘણી વીડિયો સર્વિસ શરૂ થઇ છે. ઘણા લોકો તો આખા મૂવીઝ ઓનલાઇન જોતાં હોય છે.

ઘણા લોકો એવા છે જે માત્ર યૂટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરવાનું કામ કરતાં હોય છે. યૂટ્યૂબર તરીકે ઓળખાતા આ લોકો YouTube પર જે વીડિયો પોસ્ટ કરે છે તેના દ્વારા યૂટ્યૂબ તેમને પૈસા આપે છે, પરંતુ હવે સવાલ થાય કે યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરો તો કેટલા રૂપિયા કમાઇ શકાય?

YouTube પર 55 લાખ કરતા વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી TechnicalGuruji ચેનલના ગૌરવ ચૌધરીએ આ સવાલનો જવાબ પોતાની જ ચેનલ પર વીડિયો પોસ્ટ કરીને આપ્યો હતો. યૂટ્યૂબર બનવાની મહેચ્છા ધરાવતા લોકોને ગૌરવનું કહેવું છે કે, જો તમે માત્ર પૈસા કમાવવા માટે જ યૂટ્યૂબ ચેનલ શરૂ કરવા ઇચ્છતા હો તો રહેવા દે જો,

 પરંતુ જો તમારામાં જેન્યુઇન પેશન હોય તો જ તેને પૂર્ણ કરવા ઇચ્છો તો યૂટ્યૂબ ચેનલ શરૂ કરો. પોતાની ચેનલ પર અત્યાર સુધીમાં 1500થી વધુ મોબાઇલ સહિતના વિવિધ ગેજેટ્સ અંગે વીડિયો પોસ્ટ કરનારા ગૌરવનું કહેવું છે કે, YouTube પર સબસ્ક્રાઇબર્સ, લાઇક, ડિસલાઇક અને કોમેન્ટના કોઇ પૈસા નથી મળતા નથી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે, 1000 કે 10000 સબસ્ક્રાઇબર્સ હોય તો જ પૈસા કમાઇ શકાય, પરંતુ તમારી ચેનલના ઝીરો સબસ્ક્રાઇબર્સ હોય તો પણ તમે કમાણી કરી શકો છો

આગળ જાણો YouTube તમને કેવી રીતે અને કેટલી કમાણી કરાવી શકે

ગૌરવ ચૌધરીની યૂટ્યૂબ ચેનલના 55 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે

ગૌરવે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, યૂટ્યૂબ પર માત્ર વીડિયો પોસ્ટ કરવાથી પૈસા નથી મળતા. પૈસા તમને એડ પરથી મળે છે. ઘણા વીડિયોમાં તમે બેનર એડ કે ડિસ્પ્લે એડ જોઇ જ હશે. તે સિવાય કેટલાંક વીડિયોની શરૂઆતમાં સ્કિપના ઓપ્શનવાળી એડ તમે જોઇ હશે. આવી તમામ એડના આધારે તમે કમાણી કરી શકો છો. જો કે, યૂટ્યૂબ તમારા વીડિયોને વ્યૂઝ મળતા હશે તો જ એડ મૂકશે.

ગૌરવે જે માહિતી શેર કરી તેમાં રસપ્રદ મુદ્દો એ છે કે, યૂટ્યૂબમાં તમારા વીડિયોમાં જે એડ છે તેને ક્યાંથી જોવામાં આવી તેના આધારે યૂટ્યૂબરને પૈસા મળે છે. યૂટ્યૂબની સિસ્ટમ અનુસાર, વિકસિત દેશો (ડેવલપ કન્ટ્રી) અર્થાત્ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, યુકે વગેરેમાં જો તમારા વીડિયોમાં મૂકવામાં આવેલી એડ દેખાય તો તેના પૈસા વધારે હોય, જ્યારે ભારત, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોમાં (ડેવલપિંગ કન્ટ્રી)માં તમારો વીડિયો દેખાય તો તે એડના પ્રમાણમાં ઓછા રૂપિયા મળે છે.

 ટેક્નિકલ ગુરુજી તરીકે ફેમસ એવા ગૌરવ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમેરિકા જેવા દેશોમાં તમારા વીડિયોમાં પોસ્ટ કરેલી એડ દેખાય તેના દ્વારા થતી કમાણી ભારત જેવા દેશોમાં તમારા વીડિયો દેખાય તેના કરતાં 5થી 6 ગણી વધુ હોય છે

આગળ જાણો YouTubeનું બિઝનેસ મોડલ

-ગૌરવની ગણના ભારતના ટોચના યૂટ્યૂબર તરીકે થાય છે, જો કે તે દુબઇમાં રહે છે
- CPM  કોસ્ટ પર 1 થાઉસન્ડ ઇમ્પ્રેશન (તમારા કોઇ વીડિયોમાં 1000 વખત એડ આવે તો ગૂગલ તેની પાસેથી એડના કેટલા રૂપિયા લે છે)
- RPM રેવન્યૂ પર 1 થાઉસન્ડ ઇમ્પ્રેશન (ગૂગલ પોતાનો 45 ટકા હિસ્સો રાખી લે પછી તમારી સાથે જે રેવન્યૂ શેર કરે છે તે)
- ગૌરવના જણાવ્યાનુસાર, દરેક વખતે તમારા વીડિયોમાં એડ આવે તે પણ જરૂરી નથી. મારા અનુભવ અનુસાર, તમારા 25થી 40 ટકા વીડિયોમાં જ એડ આવે છે. એડનો ભાવ પણ દર મિનિટે ચેન્જ થતો રહે છે. 
- તે પૈકી એડ માત્ર 25થી 40 ટકામાં આવે અને ગૌરવનો મોટાભાગના વ્યૂઅર્સ ભારત, પાકિસ્તાન તથા હિન્દી સમજી શકે તેવા દેશોમાં છે. 
- ગૌરવને ત્યારે એક મારુતિ ઓલ્ટો અર્થાત્ અંદાજે 3.75 લાખ રૂપિયા જેટલી કમાણી થઇ હતી.

આગળ જાણો યૂટ્યૂબરની લાઇફ કેવી હોય 

technical guruji


ગૌરવ દુબઇમાં ફેમિલી બિઝનેસ ચલાવે છે, તથા દુબઇ પોલીસનો સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયર છે અને પાર્ટ ટાઇમ યૂટ્યૂબર છે

ગૌરવે જણાવ્યું હતું કે, જેમ કોઇ સામાન્ય વ્યક્તિ કામ કરે છે તેવું જ કામ એક ફુલ ટાઇમ યૂટ્યૂબરનું પણ છે. એવું નથી કે યૂટ્યૂબર બનવાથી નોટોનો વરસાદ શરૂ થઇ જશે. અહીં પણ તમારે સવાર સાંજ કામ કરવું પડશે. મોડે સુધી વીડિયો એડિટ કરવા પડશે. ટાઇમલાઇનને અનુસરવું પડશે. બાદમાં તમારા ખાતામાં પૈસા પહોંચે છે. ગૌરવે જણાવ્યું કે, એક સારો યૂટ્યૂબર સ્પોન્સરશિપ તથા વિવિધ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને પણ પૈસા કમાઇ શકે છે.

સોમવાર, 9 એપ્રિલ, 2018

અ'વાદ-મુંબઈ બુલેટ ટ્રેનની જમીન સંપાદન માટે બેઠક, ખેડૂતોનો હોબાળો


વડોદરા: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે. આજે વડોદરા ગાંધીનગર ગૃહમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કપાત જતી જમીનના માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટીંગ મોટાભાગના ખેડૂતોની જાણ બહાર રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખૂડતોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. ખેડૂતોના ભારે હોબાળાને ધ્યાનમાં લઇ એજન્સીને મિટીંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

બુલેટ ટ્રેન જમીન સંપાદન માટે બેઠકમાં ખેડૂતોએ કર્યો હોબાળો
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ રેલવે(બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરીને તેનું નિર્ધારીત વળતર ચૂકવવાની જવાબદારી આર્કાડિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વડોદરા જિલ્લાના અનેક ગામોની જમીનો કપાતમાં જાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેટલી જમીન સંપાદન કરવામાં આવશે. જમીનનું વળતર કેટલું અને કેવી રીતે ચૂકવવામાં આવશે. તે અંગેની માહિતી ખેડૂતોને પૂરી પાડવા માટે એજન્સી દ્વારા આજે સવારે ગાંધીનગર ગૃહમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એજન્સી દ્વારા માત્ર કેટલાંક ગામના સરપંચોને જાણ કરી હતી. અને સ્થાનિક અખબારોમાં પ્રેસનોટ આપી હતી.

જે ખેડૂતોને મિટીંગની જાણ થઇ હતી. તે ખેડૂતો નિર્ધારીત સમયે ગાંધીનગર ગૃહમાં આવી ગયા હતા. એજન્સીના હોદ્દેદાર ડી. દત્તા સહિતના કર્મચારીઓ આવી ગયા હતા. પરંતુ મિટીંગની જાણથી વંચિત મોટાભાગના ખેડૂતો મિટીંગમાં આવી શક્યા ન હતા.

રવિવાર, 8 એપ્રિલ, 2018

'ટાઈગર'એ કઇ રીતે કર્યો હરણનો શિકાર? આ રહી તે એક અઠવાડિયાની સંપૂર્ણ કહાણી

salman khan

જોધપુરઃ સલમાન ખાનને કાળિયાર શિકાર મામલે 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે હાલ જોધપુરની સેન્ટ્રલ જેલમાં છે. આ બધું જ વર્ષ 1998માં ફિલ્મ "હમ સાથ-સાથ હૈ"ની શૂટિંગ દરમિયાન થયું હતું. સલમાન એક સપ્તાહથી શિકાર શોધી રહ્યો હતો અને શિકાર કર્યા પછી રાતે અઢી વાગે તેણે હરણનું માસ ખાધું હતું.

26 સપ્ટેમ્બર 1998 ની સાંજે શિકારની શોધ  શરૂ થઇ હતી. ફિલ્મની ટીમ જોધપુરના ઉમ્મેદ પેલેસમાં રોકાઇ હતી. ટ્રાવેલનું અરેન્જમેન્ટ જોનાર દુષ્યંત સિંહે ડ્રાઇવર હરીશ કુમાર દુલાનીને હોટલના મહેમાનો માટે સાઇટસીઇંગની તૈયારી કરવા માટે જણાવ્યું હતું. રાતે 10 વાગે સલમાને કહ્યું કે તે જાતે ડ્રાઇવ કરશે.

સતીશ શાહ, સલમાનની સાથે આગળ બેઠો. દુલાની અને ચાર લોકો પાછળ બેઠાં. પાછળ બેસેલાં લોકોમાંથી એકનું નામ યશપાલ હતું. તેણે સલમાનને ભવાદ ગામ જવા માટે કહ્યું, જે ઉમ્મેદ પેલેસથી 40 કિલોમીટર દૂર છે.

તેના પછી યશપાલ જિપ્સીને બીજી હોટલમાં લઇ ગયાં. 2.30 વાગે તેમણે રસોડું ખોલાવ્યું અને દુલાનીને જવા માટે કહ્યું. પછી હોટલના માલિક અને કુકને હરણનું મીટ પકાવવાના અપરાધમાં ધરપકડ કરવામાં આવી હતી.
salman khan cash


કાળિયાર કેસમાં ટ્રાયલ કોર્ટે 2006માં સલમાન ઉપર 5 વર્ષની સજા સંભળાવી હતી. પરંતું જેલમાં 5 દિવસ વિતાવ્યાં પછી સલમાનને જામીન મળી ગયા અને થોડાં સમય પછી તેને આ મામલામાંથી મુક્ત કરી દેવામાં આવ્યો. હાલ નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે.

સોમવાર, 2 એપ્રિલ, 2018

તમને ડાયાબીટીસ છે? જો હા તો આ ફુડ્સથી દૂર રહો!


ડાયાબિટીસ એક લાંબો રોગ છે જેઆજે આખા વિશ્વ માં ઘણા બધા લોકો ને થઇ ચુક્યો છે.

જયારે ડાયાબિટીસ અનિયંત્રિત હોય છે, તેમાં ગંભીર બિમારીઓ આવી શકે છે, જેમ કે હૃદય રોગ, કિડની રોગ, અંધત્વ અને અન્ય ગૂંચવણો.

વધુ મહત્વનું શું છે, ખોટી ખોરાક ખાવાથી તમારા રક્ત ખાંડ અને ઇન્સ્યુલીનનું સ્તર વધારી શકાય છે અને આ પણ બળતરાને પ્રોત્સાહન આપે છે જે આ રોગના જોખમને વધારી શકે છે.

કાર્બોઝ, પ્રોટીન અને ફેટ એ બાયોક્રોનટ્રિન્ટ્સ છે જે તમારા શરીરને ઊર્જા પૂરી પાડે છે. Carbs અત્યાર સુધી તમારા રક્ત ખાંડ સ્તર પર મહાન અસર જાણીતા છે

આ કારણ છે કે કાર્બ્સ સ્ટાર્ચ, ખાંડ અને ફાઇબરનો સમાવેશ કરે છે. પરંતુ જ્યારે ડાયાબિટીસ ધરાવતા લોકો એક જ સમયે ઘણા કાર્બોઝનો ઉપયોગ કરે છે, તો પછી તેમના રક્ત ખાંડનું સ્તર ખતરનાક સ્તરમાં વધારો કરી શકે છે.

આ લેખમાં, અમે ડાયાબિટીસથી દૂર રહેવા માટે કેટલાંક ખોરાકની યાદી આપી છે. 
1. સુગર-મધુર બેવરેજીસ:

આ કાર્બોઝ અને ફ્રોટોઝ સાથે લોડ થાય છે જે અત્યંત ઇન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીસ સાથે જોડાયેલા છે. સ્ટડીઝે સૂચવ્યું છે કે ખાંડ-મીઠું ધરાવતાં પીણાંના વપરાશમાં ચરબી યકૃત જેવી ડાયાબિટીસ-સંબંધિત શરતોના જોખમમાં વધારો થઈ શકે છે.

2. ટ્રાન્સ ચરબી:

આને વધુ સ્થિર બનાવવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ્સમાં હાઇડ્રોજન ઉમેરીને બનાવવામાં આવે છે. ટ્રાન્સ ચરબી બળતરા, ઇન્સ્યુલિન પ્રતિકાર અને પેટ ચરબી વધારવા સાથે સંકળાયેલા છે.

3. વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને ચોખા:

આ ઉચ્ચ કાર્બ, પ્રોસેસ્ડ ફૂડ્સ છે. આવા શુદ્ધ-લોટના ખોરાકને ખાવાથી પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસ ધરાવતા લોકોને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરવાનું દર્શાવવામાં આવ્યું છે.

4. ફળ-સ્વાદવાળી દહીં:

ફળ-સ્વાદવાળી દહીં બિન ચરબી અથવા ઓછી ચરબીવાળા દૂધથી બનાવવામાં આવે છે અને કાર્બોઝ અને ખાંડ સાથે લોડ થાય છે. ફળો-સ્વાદવાળી દહીંનો કપમાં 47 ગ્રામ ખાંડ હોઇ શકે છે, જે ખાંડમાંથી આશરે 81% કેલરી આવે છે.

5. સ્વીટ બ્રેકફાસ્ટ અનાજ:
આ અનાજ ખૂબ પ્રોસેસ કરવામાં આવે છે અને બીજું કંઇપણ કરતાં વધુ કાર્બ્સ ધરાવે છે. ઉપરાંત, તેમાં ભાગ્યે જ કોઈ પ્રોટીન હોય છે, જે રક્ત ખાંડનું સ્તર સ્થિર રાખવા માટે પોષક જવાબદાર છે. ડાયાબિટીસથી દૂર રહેવા માટે આ એક છે.